મથુરામાં આવેલ પ્રખ્યાત ઠાકુર બાંકે બિહારી મંદિરમાં દર્શન કરવા ગુજરાતના જામનગરને કડવો અનુભવ થયો હતો. ઠાકુર બાંકે બિહારી મંદિરમાં ગુજરાતના ભક્તો પર હુમલો કરાયો હતો. જામનગરથી આવેલા પરિવાર ચાર-પાંચ યુવકોએ ધક્કો મારીને માર માર્યો હતો. જેમાં પરિવારના એક વૃદ્ધ મહિલા ભક્ત બેભાન થઈ ગયા હતા. આ કેસમાં સ્થાનિક પોલીસે આરોપી યુવકની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બાંકે બિહારી મંદિરમાં દર્શન કરતા સમયે વૃદ્ધ મહિલાને ધક્કો લાગતા તેમના પુત્રએ કેટલાક લોકોને ટોક્યા હતા. જે બાદ ચારથી પાંચ યુવાનોએ જામનગરના શૈલેષ પરમાર અને તેમના માતા પ્રમિલાબેનને સાથે મારપીટ કરવાનું શરૂ કર્યું. જે બાદ પ્રમિલાબેન બેહોશ થઈ ગયા હતા. બાદમાં પોલીસ ત્યાં આવી અને માતા-પુત્રને મારપીટ કરનારની ચુંગાલમાંથી બચાવ્યા. આ બાદ વૃદ્ધાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. મારપીટ કરનાર યુવાનોની તપાસ કરવામાં આવી રહી છે.
ગુજરાતના જામનગરના પ્રમિલા બેન પરમાર પુત્ર શૈલેષ પરમાર સાથે બાંકે બિહારી મંદિરે દર્શન માટે આવ્યા હતા. તેઓ મંદિરમાં દર્શન કરી રહ્યા હતા ત્યારે એક યુવક ધક્કો મારતો ત્યાં આવ્યો અને પ્રમિલાબેનના પુત્રએ તેને અટકાવ્યો. આ અંગે ચાર-પાંચ યુવકોએ શૈલેષ પરમાર અને તેની માતાને માર મારવાનું શરૂ કર્યું હતું, જે દરમિયાન પ્રમીલાબેન બેભાન થઈને જમીન પર પડી ગયા હતા. ત્યાર બાદ મંદિર પરિસરમાં ઝઘડો થતો જાઈ પોલીસકર્મીઓ તે તરફ દોડી ગયા અને ઝઘડતા યુવકોની ચુંગાલમાંથી વૃદ્ધ મહિલા અને તેના પુત્રને બચાવ્યા. પોલીસકર્મીઓ સમય બગાડ્યા વિના તેને ડાક્ટર પાસે લઈ ગયા. જ્યાં તેને તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી.
વૃદ્ધ મહિલા ભક્ત પ્રમિલા બેન પરમારે જણાવ્યું કે તેઓ ગુજરાતના જામનગરથી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમને ચાર-પાંચ યુવકોએ માર માર્યો હતો અને તેમણે કહ્યું હતું કે પોલીસકર્મીઓ તેમના માટે ભગવાનના રૂપમાં આવ્યા હતા અને તેમને બચાવ્યા હતા. . આ અંગે દેવીપૂજક શૈલેષ પરમારે પોલીસ સ્ટેશનમાં ચાર-પાંચ યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકોની શોધખોળ શરૂ કરી છે.