જામનગરના રણજીતનગર વિસ્તારમાં ચાલતું કુટણખાનું ઝડપાતા ચકચાર મચી છે. જામનગરના રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર કુટણખાનું ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં નવા હુડકો પાસેના કવાર્ટરમાં કુટણખાનું ચાલતું હોવાનું બહાર આવ્યું છે. જેમાં બહારથી મહિલાઓ લાવી વાહનમાં દેહવ્યાપાર ચાલતો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. તે સિવાય પોલીસના બોર્ડ રાખેલા રૂ. ૧૫.૫૪ લાખના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.
આરોપી સરકારી જગ્યામાં ટેમ્પો ટ્રાવેલ્સ પાર્ક કરીને તેની અંદર કુટણખાનું ચલાવતો હતો. ટેમ્પો ટ્રાવેલ્સમાં એ.સી., પલંગ ગાદલા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવતો હતો. આ મામલે પોલીસે દરોડો પાડી ટેમ્પો અને કાર તેમજ રોકડ રકમ વગેરે સહિત નિવૃત પોલીસ પુત્ર ની અટકાયત કરી લીધી છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. આ કેસમાં અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલા નામનો શખ્સ પોલીસને હાથે ઝડપાયો છે. તપાસમાં આરોપી મહિલાઓને વધુ પૈસાની લાલચ આપી દેહ વ્યાપાર કરાવતો હોવાનું બહાર આવ્યું છે.
આરોપી રાજ્ય સેવક ન હોવા છતાં કારમાં પોલીસના બોર્ડ રાખતો હતો. જેમાં તે પોલીસ પોલીસ ઇસ્પેકટરના હોદ્દાવાળા બોર્ડ રાખતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલમાં પોલીસે તમામ વાહન જપ્ત કરી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, જામનગરના રણજીત નગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર અશોકસિંહ ઝાલા ટેમ્પો ટ્રાવેલ્સને સરકારી જગ્યામાં પાર્ક કરીને તેમાં કુટણખાનું ચલાવતો હતો. આ અંગે બાતમીના આધારે પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન ટેમ્પો ટ્રાવેલ્સની અંદર એક પુરુષ ગ્રાહકને રાજસ્થાનની યુવતીને બોલાવીને શરીર સુખ માણવા માટેની વ્યવસ્થા કરી કરાઈ હતી. આ દરમિયાન ટેમ્પો ટ્રાવેલ્સનો પાછળનો દરવાજા ખોલીને દિલીપ નામનો શખસ ભાગી છૂટ્યો હતો. મુખ્ય આરોપી અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલાની અટકાયત કરતાં ચાર મોબાઈલ મળી આવ્યા હતા. જેમાં તે બોર્ડ રાખતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. હાલમાં પોલીસે તમામ વાહન જપ્ત કરી આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.