જામનગરમાં દુષક્ગુરમની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ૨૧ વર્ષની યુવતીને ત્રણ નરાધમોએ મહિનાઓ સુધી ગોંધી રાખીને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. આ ઘટનામાં યુવતી સાથે સામુહિક ઇટ્ઠpી કરવામાં આવ્યો હતો. ત્યારે આ અંગે યુવતીએ પોલીસમાં જાણ કરી હતી. જે બાદ પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જાકે આ યુવતી છેલ્લા દોઢ વર્ષથી આરોપીના રેપ નો ભોગ બની રહી હતી. ત્યારે આજરોજ તેણીએ સમગ્ર ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ, ૨૧ વર્ષીય યુવતીએ સીટી એ ડીવીઝનમાં આવેલા પોલીસ મથકમાં ૩ આરોપીઓ વિરુદ્ધ રેપની ફરિયાદ નોંધાવી છે. જાકે આ યુવતી જામનગર શહેરમાં આવેલા પંચશ્વર ટાવર નજીક એક ફ્લેટમાં રહેતી હતી. તો આજથી આશરે દોઢ વર્ષ પહેલા જ્યારે યુવતી બાથરૂમમાં સ્નાન કરી રહી હતી. ત્યારે તેના એક મિત્રે તેનો વીડિયો અને ફોટા પાડ્યા હતા. ત્યારબાજ થોડા દિવસો પછી યુવતીને મુખ્ય આરોપી દ્વારા આ વીડિયો અને ફોટો બતાવીને બ્લેકમેલ કરવાની શરૂઆત કરી હતી.તે ઉપરાંત મુખ્ય આરોપીએ યુવતીની સાથે ઇટ્ઠpી કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ આ સમયગાળા દરમિયાન આરોપીએ તેના અન્ય બે મિત્રો સાથે પણ યુવતીને શારીરિક સંબંધ બંધવા માટે દબાણ કર્યું હતું. જે બાદ મુખ્ય આરોપીના બંને મિત્રોએ મળીને આ ૨૧ વર્ષની યુવતી સાથે રેપ કર્યું હતું. ત્યારે આશેર દોઢ વર્ષ સુધી આ ૩ નરાધમોએ મળીને યુવતીને પીંખી નાખી હતી. અંતે યુવતીએ કંટાળીને પોલીસમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે આરોપીઓેને પકડી પાડવા માટે કવાયત હાથ ધરી છે.