અમરેલી જિલ્લો પણ પ્રગતિના પંથે છે. અમરેલી-વડીયા-કુંકાવાવના ધારાસભ્ય અને વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના હસ્તે જાળીયા ગામે આશરે રુ.૮ લાખના ખર્ચે આર.સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગામના મુખ્ય ચોક ખાતે ગ્રામજનોએ જોડાઇને આ ગામના આ વિકાસકાર્યને વધાવ્યું હતું. આર.સી.સી. રોડ તૈયાર થતા જાળીયા ગામની પ્રાથમિક સુવિધામાં ઉમેરો થશે. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકે ગુણવત્તાયુક્ત કામ થાય તે સુનિશ્ચિત કરવા સૂચન કર્યુ હતું તેમજ બનતી ત્વરાએ કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.