અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ અજય દહીયાએ મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્‌યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અંતર્ગત જારી કરાયેલા આ હુકમ મુજબ, જિલ્લાના તમામ સ્પા અને મસાજ પાર્લર માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર, સ્પા અને મસાજ પાર્લરના માલિકોએ પોતાના અને કર્મચારીઓના નામ, સરનામા, મોબાઈલ નંબર, ફોટોગ્રાફ્‌સ, આધારકાર્ડ નંબર અને ડ્રાઈવિંગ લાઈસન્સ નંબર સહિતની વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી પડશે. રિસેપ્શન અને કોમન એરિયામાં ઝ્રઝ્ર્‌ફ કેમેરા લગાવવા ફરજિયાત છે અને ૩૦ દિવસનું રેકોર્ડિંગ સાચવવું પડશે. માલિકોએ સ્પા કે મસાજ પાર્લરની માલિકી અંગેના પુરાવા અથવા ભાડા કરારની નકલ પણ જમા કરાવવી પડશે. દરેક ગ્રાહકનું ૈંડ્ઢ પ્રૂફ રાખવું ફરજિયાત છે અને તેની નોંધ રજિસ્ટરમાં કરવાની રહેશે. આ હુકમ ૩૦ મે, ૨૦૨૫ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે દરેક પોલીસ સ્ટેશનમાં અલગ રજિસ્ટર નિભાવવામાં આવશે.