અમરેલી જિલ્લામાંથી પોલીસે જોખમી રીતે વાહન ચલાવતાં ૧૫ ઈસમોને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. ખડાધાર ચેકપોસ્ટ પરથી ત્રણ ઈસમો, મરીન પીપાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે શખ્સ, ટીંબી ચેકપોસ્ટ પરથી ત્રણ લોકો, હેમાળ ગામે એભલવડ જવાના રસ્તેથી એક, સાવરકુંડલામાંથી બે, ધારીમાંથી ત્રણ, શેલણા ચેકપોસ્ટ પાસેથી એક મળી કુલ ૧૫ ઈસમો જોખમી, સર્પાકાર કે ડ્રાયવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતાં મળી આવ્યા હતા.