અમરેલી જિલ્લામાંથી વધુ બે સગીરાને બદકામના ઈરાદે ભગાડી જવામાં આવી હતી. સુરતના વરાછામાં રહેતા અને દહીંથરા ગામના મહિલાએ ચાંપાથળના જયદીપ રમેશભાઈ સમાણવા સામે તેમની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી બદકામના ઇરાદે ભગાડી ગયાની ફરિયાદ નોંધાવી હતી. ધારગણી ગામની સીમમાં વાડીએ રહેતી એક સગીરાના પિતાએ મૂળ શીલાણા ગામના અને હાલ હાથસણી ગામના ડેમના છેડે રહેતા કુંદનભાઈ મનસુખભાઈ ડાબસરા સામે તેમની સગીર પુત્રીને ભગાડી જવાની ફરિયાદ નોંધાવી હતી.