અમરેલી જિલ્લા માં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત કલેકટર અજય દહીયાની અધ્યક્ષતામાં “કાફી વિથ કલેકટર” કાર્યકમ યોજાયો હતો.જેમાં સમગ્ર જિલ્લાની રમત ગમત, શિક્ષણ, એન. સી.સી., કળા વગેરે ક્ષેત્રો માં ઝળહળતી સિધ્ધિઓ હાંસલ કરેલ દીકરીઓ હાજર રહેલ અને તેઓએ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી સાથે પણ સંવાદ કર્યો હતો. દીકરીઓને તેઓને સવાલો કરેલ જેના ખૂબ વિસ્તૃત જવાબો કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ આપેલ હતા. અધિકારીઓએ દિકરીઓને અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ. આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. બેટી બચાવો બેટી પઢાવો નાં સંદેશ સાથે કાર્યક્રમ પૂર્ણ થયેલ. કોફી વીથ કલેકટર કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુળ ઇંગ્લીશ મીડીયમ રમત-ગમત ક્ષેત્રે રાષ્ટ્રકક્ષાએ ભાગ લીધેલ વિદ્યાર્થિનીઓ આ કાર્યક્રમમાં જાડાઈ હતી.