અમરેલી જિલ્લામાંથી પોલીસે ત્રણ સ્થળેથી દેશી દારૂની ભઠ્ઠી પર ધોંસ બોલાવી હતી. જાફરાબાદ, લાઠી અને સરકારી પીપળવા ગામેથી આ ભઠ્ઠીઓ ઝડપાઈ હતી. પોલીસે દેશી દારૂ સહિત ભઠ્ઠીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજુલામાં એક મહિલાના રહેણાંક મકાનેથી દેશી દારૂ બનાવવાનો ૨૦ લીટર આથો ઝડપાયો હતો. ૨૨ ઇસમો પાસેથી ૧૮૦ લીટર જેટલો પીવાનો દેશી દારૂ તથા ૧૦૦ લીટર આથો ઝડપાયો હતો.