સોમવતી અમાસ હોય જેથી અમરેલી સહિત સમગ્ર જિલ્લામાં પિતૃઓના આત્મ મોક્ષાર્થે પીપળે પાણી રેડવા માટે લાઈનો લાગી હતી. વહેલી સવારથી પીપળે પાણી રેડી લોકોએ પિતૃ તર્પણ કર્યુ હતું. અમરેલી ખાતે આવેલ કામનાથ મહાદેવ મંદિર તથા ગાયત્રી મંદિર ખાતે તથા નાગનાથ મહાદેવ મંદિર ખાતે આજે ભાદરવી અમાસ હોવાથી ભાવિકો પુરી શ્રધ્ધા સાથે પીપળે પાણી રેડી પીપળામાં પિતૃના દિવ્ય દર્શનના ધાર્મિક મહિમા સાથે પ્રદક્ષિણા કરી હતી. અમરેલીમાં આજે અનેક મંદિરોમાં જેમ કે, કામનાથ મહાદેવ, નાગનાથ મહાદેવ, ગાયત્રી મંદિરમાં ભાવિકો દ્વારા ભાદરવી અમાસના દિવસે પુરી શ્રદ્ધાથી પિતૃ તર્પણ માટે ગયા હતા. અને દાન પૂણ્ય કર્યું હતું. અમરેલી શહેરના મંદિરોમાં વહેલી સવારથી ભાવિકો દ્વારા આજે ભાદરવી અમાસે પુરા શ્રદ્ધાભાવથી પીપળે પાણી રેડ્યું હતું. શહેરીજનો દ્વારા કામનાથ મહાદેવ તથા નાગનાથ મહાદેવ મંદિરની સાક્ષીએ પિતૃને નિર્મળ જળ અર્પિત કરી યથાશક્તિ દાન પૂણ્યનું કાર્ય કર્યું હતું. પીપળાના વૃક્ષમાં પિતૃના દિવ્ય દર્શનના મહિમાને ધાર્મિક શ્રદ્ધાભાવથી પાણી રેડી, પ્રદક્ષિણા કરી ભાદરવી અમાસ ઉજવાઇ હતી. દર વર્ષે મુજબ ભાદરવી અમાસના દિવસે સૌ પરિવારજનો તેમના
પિતૃઓના મોક્ષાર્થે પીપળે પાણી રેડી ભાદરવી અમાસની ઉજવણી કરે છે. બગસરામાં પણ ભુતનાથ મહાદેવ, રામદેવપીર મંદિર સહિતના વિવિધ સ્થળોએ પીપળે પાણી રેડવા માટે લોકો ઉમટી પડયા હતા. નગરપાલિકા દ્વારા પાણી સ્થળ પર જ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. સાવરકુંડલામાં શ્રાવણી અમાસે પિતૃઓના મોક્ષાર્થે પીપળે પાણી રેડવામાં આવ્યું હતું.

શ્રાવણના છેલ્લાં સોમવારે શિવમંદિરોમાં ભારે ભીડ
૭ર વર્ષ પછી શ્રાવણ માસ સોમવારે શરૂ થયો હતો અને સોમવારે જ પુરો થયો હતો. શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી શિવમંદિરોમાં શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શિવ મંદિરો હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા.