અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં દુકાન, ઔદ્યોગિક એકમ, ઓફિસ, ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ વગેરે જગ્યા ભાડે આપતા સમયે માલિકે ભાડુઆત પાસેથી આધાર-પુરાવા મેળવીને સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની રહેશે. જગ્યાના માલિકે સંબંધિત પોલીસ સ્ટેશનમાં નિયત નમૂના મુજબની વિગત દર્શાવતું ફોર્મ ભરી તેમાં જરુરી વિગતો પૂરી પાડવાની રહેશે. આ અંગે અમરેલી જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨ની જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે ફરજ પરના હેડ કોન્સ્ટેબલ તથા તેમની ઉપરના અમરેલી જિલ્લાના પોલીસ અધિકારીઓને હુકમનો ભંગ કરનાર સામે ફરિયાદ કરવા માટે
અધિકૃત કરવામાં આવ્યા છે. જાહેરનામું સમગ્ર અમરેલી જિલ્લામાં તા.૨૩ ડિસેમ્બર સુધી અમલી રહેશે.