અમરેલી જિલ્લામાંથી પોલીસે ચાર સ્થળેથી ૧૯ લીટર પીવાનો દેશી દારૂ ઝડપ્યો હતો. અરજણસુખ ગામેથી ૪ લીટર, ચલાલામાંથી ૨ લીટર, રાજુલામાંથી ૬ લીટર અને સાવરકુંડલામાંથી ૭ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો. જિલ્લામાંથી સાત ઈસમો વીના પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં મળી આવ્યા હતા. બે ઇસમો કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતાં મળી આવ્યા હતા.