અમરેલી જિલ્લામાં SNID રાઉન્ડ અંતર્ગત ૦૮ થી ૧૦ ડિસેમ્બર દરમિયાન સઘન પોલીયો રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમરેલી જિલ્લાના ૦ થી ૫ વર્ષના અંદાજીત ૧,૩૨,૬૦૬ બાળકોને ૭૯૭ બુથ ઉપરથી પોલિયો રસીના બે ટીપા પીવડાવવામાં આવશે અને પોલિયોના રોગથી રક્ષિત કરાશે. આ સઘન પોલિયો રસીકરણમાં ૯૦ મોબાઈલ ટીમ અને ૨૭ ટ્રાન્સીટ ટીમ દ્વારા પણ કામગીરી કરાશે, જેથી કોઈ બાળક પોલિયોની રસી પીવડાવવામાં બાકી ના રહી જાય. આ પોલીયો રસીકરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે કુલ ૩૫૨૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ તેમજ આંગણવાડી કર્મચારીઓ ૧૦૦% બાળકોને રક્ષિત કરવા માટે કામગીરી કરશે.