શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓએ તાજેતરમાં યોજાયેલી જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન
આભાર – નિહારીકા રવિયા કરીને શાળાનું નામ રોશન કર્યું છે. તા. ૧-૧૨-૨૪ના રોજ યોજાયેલી “જિલ્લા કક્ષાની ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા”માં શાળાની વિદ્યાર્થીની આંબલીયા જ્યોત્સના શૈલેષભાઈએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આ ઉપરાંત, તા. ૨-૧૨-૨૪ના રોજ યોજાયેલા “ગરવી ગુજરાત” થીમ આધારિત જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં પંડ્યા શ્રેયા ધર્મેશભાઈએ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે.