અમરેલી જિલ્લા કક્ષાનું રાજા સ્કુલમાં કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કલા મહોત્સવમાં અનેક વિદ્યાર્થીઓેએ ભાગ લીધો હતો. ત્યારે કલા મહોત્સવમાં યોજાયેલી ઓરગન સ્પર્ધામાં મીત હિંમતભાઈ સોલંકીએ જિલ્લા કક્ષાએ કલા મહોત્સવમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા શાળા પરિવારે વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા. સોલંકી પરિવારે પણ મીત ઓરગન સ્પર્ધામાં ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી.