અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં, જિલ્લાના વિવિધ પ્રવાસન અને યાત્રાધામના સ્થળોના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના ભુરખીયા ખાતે ભુરખીયા હનુમાન મંદિરના વિકાસ અન્વયે થયેલી કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડનો પવિત્ર યાત્રાધામ તરીકે અને અમરેલી તાલુકાના દેવળીયા શિવમંદિરનો પણ વિકાસ કરવામાં આવશે. આ બંને સ્થળોના વિકાસ માટે અનુદાન ફાળવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી.