અમરેલી,તા.ર૪
અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્‌યાની વિશેષ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા સેવા સદન – કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ‘વિકસિત અમરેલી જ્ર ૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટ’ અતંર્ગત જિલ્લાના અધિકારીઓ માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા માટે વિકસિત અમરેલી જ્ર ૨૦૪૭ નામનું એક વિઝન ડોક્યુમેન્ટ અને જિલ્લાના વિકાસનો રોડમેપ તૈયાર કરવા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા આયોજન અધિકારી દ્વારા તમામ સંબંધિત વિભાગના અધિકારીઓને આ વિઝન ડોક્યુમેન્ટ અંગે પ્રાથમિક સમજ આપવામાં આવી હતી જ્યારે આંકડા અધિકારી દ્વારા વિકસિત અમરેલી જ્ર ૨૦૪૭ અંગેનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. વધુમાં જિલ્લા ખેતીવાડી અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા ૨૦૪૭ સુધીનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા આયોજન અધિકારી અને જિલ્લા આંકડા અધિકારીએ કર્યુ હતું.