રાજ્ય સરકાર દ્વારા ‘પોષણ અભિયાન પખાવાડિયા’ની ઉજવણી શરુ છે. આ ઉજવણીના ભાગરુપે અમરેલી જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ શ્રેણીમાં અમરેલી જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા અમરેલી જિલ્લાના વિવિધ ગામમાં સંચાલિત આંગણવાડીમાં યોગ વિષયક માર્ગદર્શન તેમજ આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોના સર્વાંગી પોષણ હેતુથી યોગ વિષયક માર્ગદર્શન દ્વારા જિલ્લાના સરસિયા, અનીડા અને જામ બરવાળામાં વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમમાં યોગાસન અને યોગાસન થકી થતાં ફાયદા વિશે સમજ આપવામાં આવી હતી.