અમરેલી જિલ્લા ભાજપના લઘુમતી મોરચાના મંત્રી પદે બાબરાના યુવા આગેવાન અને લઘુમતી સમાજના આગેવાન હારૂનભાઇ મેતરની વરણી કરવામાં આવી છે. સમાજના આગેવાનો, વડીલો તેમજ બાબરા શહેર ભાજપના આગેવાનો બિપીનભાઇ રાદડીયા, નીતિનભાઇ રાઠોડ, મુકેશભાઇ ખોખરીયા, મુન્નાભાઇ મલકાણ, દીપકભાઇ કનૈયા, તેજસ તન્ના, વિપુલભાઇ કાચેલા, કિરીટભાઇ બગડા સહિતનાઓએ આ વરણીને આવકારી હારૂનભાઇ મેતરને અભિનંદન પાઠવ્યા હતા.