ગુજરાત ટાઈટન્સ ક્રિકેટ ટીમ વડાપ્રધાનના વતન વડનગરની મુલાકાતે આવી હતી. મળતી માહિતી અનુસાર ટીમ ૨૩ એપ્રિલ, બુધવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે વડનગર પહોંચી હતી. ટીમના દરેક સભ્યોએ આ સમય દરમિયાન મહેસાણાના વડનગર ખાતે આવેલા આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, કીર્તિ તોરણ સહિત ઐતિહાસિક સ્થળોની પણ મુલાકાત લીધી હતી. ટીમ વડનગર આવવાના પગલે અહીંના સ્થાનિકો, બાળકો, યુવાનો તેમજ વૃદ્ધોમાં પણ અનેરો ઉત્સાહ જાવા મળ્યો હતો .
સવારના અરસામાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરને સચવાતા સ્થળોની મુલાકાત બાદ ગુજરાત ટાઈટન્સની ટીમે સાંજે હાટકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા જે બાદ તેમણે લાઈટ શો નિહાળ્યો હતો.
જાકે આઇપીએલમાં પોતાનો હુનરનો પરચો બતાવી રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમ સવારના સમયે જ્યારે આર્કિયોલોજીકલ મ્યુઝિયમ પહોંચી હતી ત્યારે ત્યાં તેમને નિહાળવા તેમજ તેમનું સ્વાગત કરવા માટે ક્રિકેટના અને તેમના ચાહકોએ ઉત્સાહથી ટીમને વધાવી લીધા હતા. ઉપરાંત ટીમ જ્યારે મ્યુઝિયમની મુલાકાત માટે અંદર ગઈ હતી ત્યારે ઘણા ચાહકો તેમની માત્ર એક ઝલક નિહાળવા માટે મ્યુઝિયમના બહાર પણ ઊભા હતા.
ગુજરાત ટાઈટન્સ વડનગરની મુલાકાતે છે તે અંગે એક ચાહકને પૂછતા તેમણે કહ્યું કે, ‘અમે શુભમન ગિલને જાવા આવ્યા છીએ અને કાલે રાત્રેથી જ અમે તેમને જાવા માટે ઉત્સાહિત છીએ. અન્ય એક ચાહકને પૂછતા કે આઇપીએલમાં ગુજરાત ટાઈટન્સની ક્રિકેટ ટીમ કેમ ગમે છે તો તેમણે કહ્યું કે, ‘અમને શુભમન ગિલ ખૂબ જ ગમે છે, તેમને જાઈને એક અલગ જ ઉત્સાહ આવે છે જે અમે રજૂ પણ કરી શકતા નથી.’
તમને જણાવી દઈએ કે,આઇપીએલમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત ટાઈટન્સની ક્રિકેટ ટીમને આવકારવા માટે ઊંઝા ધારાસભ્ય સહિત સ્થાનિક રાજકારણીઓ પણ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વડાપ્રધાનના નરેન્દ્ર મોદીના ભાઈ અને સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.