આઇપીએલ ૨૦૨૫ સીઝનમાં અત્યાર સુધીમાં ૧૯ મેચ રમાઈ છે, જેમાં દિલ્હી કેપિટલ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, તો શુભમન ગિલની કેપ્ટનશીપમાં રમી રહેલી ગુજરાત ટાઇટન્સ ટીમ પણ શાનદાર પ્રદર્શન સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. આ ઉપરાંત, ૧૯મી મેચ પછી, ઓરેન્જ કેપ યાદી અને પર્પલ કેપ યાદીમાં મોટો ફેરફાર જાવા મળ્યો છે, જેમાં મોહમ્મદ સિરાજે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ૪ વિકેટ લઈને આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં મોટી છલાંગ લગાવી છે.
મોહમ્મદ સિરાજે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં બોલ સાથે તેના આઇપીએલ કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું જેમાં તેણે ૪ ઓવરમાં ૧૭ રન આપીને ૪ વિકેટ લીધી. આ સાથે, સિરાજ હવે ૯ વિકેટ સાથે પર્પલ કેપ યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે, જેમાં તેની સરેરાશ ૧૩.૭૭ છે. હાલમાં, આ યાદીમાં ટોચ પર ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો નૂર અહેમદ છે જેણે આ સિઝનમાં કુલ ૧૦ વિકેટ લીધી છે. મિશેલ સ્ટાર્ક ૯ વિકેટ સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે.
ઓરેન્જ કેપ યાદીની વાત કરીએ તો, સાઈ સુદર્શન ૧૯૧ રન સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે અને ૨૦૧ રન સાથે પ્રથમ સ્થાને રહેલા નિકોલસ પૂરનની ખૂબ નજીક છે. જ્યારે મિશેલ માર્શ હવે ૧૮૪ રન સાથે યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. હેનરિક ક્લાસેન ૧૫૨ રન સાથે ઓરેન્જ કેપ યાદીમાં ૭મા સ્થાને પહોંચી ગયા છે.