ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા લેવાયેલી MCA સેમ-૩ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું હતું. જેમાં ગજેરા કેમ્પસની કાકડીયા એમસીએ મહિલા કોલેજની પાંચ વિદ્યાર્થિનીઓએ પ્રથમ દસમાં સ્થાન મેળવ્યું હતું. જેમાં ચોડવડીયા શિવાની જે. યુનિ. ફર્સ્ટ – SPI – ૧૦, વોરા નિધી બી. યુનિ. સેકન્ડ -SPI – ૧૦, ગાબાણી પ્રિયા જે. યુનિ. થર્ડ – SPI -૯.૮૩, વિરડીયા ક્રિષ્ના એચ. યુનિ. ફોર્થ – SPI -૯.૮૩, માંગુકીયા આર્શી એસ. યુનિ. નાઈન્થ – SPI -૯.૬૧નો સમાવેશ થાય છે. આ પાંચેય વિદ્યાર્થિનીઓને સંકુલ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવેલ હતા.