જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કોડીનાર દ્વારા કોડીનાર નગરપાલિકા ચૂંટણી ૨૦૨૫ દરમિયાન દિવ્યાંગ અને વૃદ્ધજન મતદાતાઓ માટે સુગમ્ય મતદાન સુનિશ્ચિત કરવા અનોખી પહેલ કરવામાં આવી હતી. જીવનદીપ સંસ્થાના સ્વયંસેવકો અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના કર્મચારીઓ મતદાન મથક પર હાજર રહી દિવ્યાંગ અને વૃદ્ધજન મતદાતાઓને સહાય આપવા માટે સમર્પિત રહ્યા હતા. કોઈ પણ નાગરિક તેમના શારીરિક અવરોધને કારણે મતદાનથી વંચિત ન રહે, એ હેતુથી આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.