ગુજરાતમાં ફરી એક વાર જુગારીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યુ છે. મોરબીમાં જુગાર રમતા ભાજપના હોદ્દેદારો સહિત ૧૮ લોકો ઝડપાયા છે. હળવદની સરા ચોકડી પાસે હોટેલ લેકવ્યુંમાં પોલીસના દરોડા પાડ્યા હતા ત્યારે જુગારીઓ ઝડપાયા હતા. તાલુકા ભાજપ મહામંત્રી ભરત વઢરેકિયા, પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય ઝડપાયા હતા. દરોડા દરમિયાન ૧૮ જુગારીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ૨ આરોપીઓ ફરાર થયા છે. પોલીસે આરોપીઓ પાસેથી ૨ લાખથી વધુની રોકડ રકમ કબજે કરી છે.
બીજી તરફ આ અગાઉ સુરેન્દ્રનગરમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગરના પાટડીના વેલનાથનગરમાં જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હતો. જ્યાં બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડ્યા હતા.એસીબીના પીઆઇના ભાઇ કિરણ ઠાકોરના ઘરે જુગારનો અડ્ડો ધમધમતો હોવાનું સામે આવ્યુ હતુ. જ્યાંથી ૫ મહિલાઓ સહિત ૩૦ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે જ વાહનોને પણ જપ્ત કરવામાં આવ્યા હતા.