જુનાગઢ રહેતો અને વડોદરા અભ્યાસ કરતો વિદ્યાર્થી યુવાન હેત કીરીટભાઈ દવે (ઉ.૨૦) ગત તા.૧૬ ઓકટોબર ૨૦૨૩ના તેમની માતાની તબીયત ખરાબ થતા જુનાગઢ તાત્કાલિક પહોંચવા વડોદરાથી કાર નં.૦૩ ડીએન ૫૮૦૬ને ભાડે રૂ.૪૦૦૦થી કરેલ રસ્તામાં ડ્રાઈવર કાર ચાલકે વાતચીત દરમ્યાન તેમનું નામ પ્રિયાંક જોષી રે. ઉપલેટા જણાવેલ કાર વાસદ બ્રીજ નીચેથી પસાર થતી હતી ત્યારે વાહન ચેકીંગ પોલીસ કરી રહી હતી.
યુવાન બેઠો હતો તે કાર પણ ચેક કરવામાં આવેલ, પ્રાઈવેટ પાસીંગ હોય જેથી પ્રિયાંક નિતિન જાષીને પોલીસ સાથે બોલાચાલી થવા પામેલ બાદ ત્યાંથી જુનાગઢ આવવા નીકળેલ ઘરે પહોંચેલ ત્યારે ગુગલ પેથી પ્રિયાંકને ભાડાના રૂ.૪૦૦૦ પે કરી દીધેલ.
આ બનાવ બાદ સાતેક દિવસ બાદ હેત કીરીટભાઈ દવેને પ્રિયાંક જોષીનો ફોન આવેલ કે મારી ગાડી પોલીસે જપ્ત કરી લીધેલ છે. મારી પાસે ૮૦૦૦ માંગેલ છે મારી પાસે ૫૦૦૦ છે ત્રણ હજાર આપો બેક દિવસમાં હું પરત કરી દઈશ. વિશ્ર્વાસમાં આવી હેતે ૩ હજાર ટ્રાન્સફર કરી દીધા. બાદ ફરી પ્રિયાંકે ફોન કરીને જણાવેલ કે હું પોલીસને રૂપિયા દેવા ગયો ત્યારે માર મારી લોકઅપમાં મને પુરી દીધો હતો અને હાલ હું જામીન પર છુટી ગયો છું. પોલીસ હજુ રૂપિયા માંગે છે તમને પણ પકડવા માંગે છે તેવો ડર બતાવી અલગ અલગ બહાને રૂ.૨,૧૨,૨૫૦ મે ૧૦ દરમ્યાન લઈ લીધા બાદ રકમ પરત ન આપી છેતરપીંડી કર્યાની બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઈ એચ.બી. ચૌહાણે તપાસ હાથ ધરી છે.