સાવરકુંડલાના જુના સાવર ગામે રહેતા ભાભલુભાઈ દેવાયતભાઈ આલ (ઉ.વ.૬૦)એ જાહેર કર્યા મુજબ, તેમના વાડાની જગ્યામાં તેમનો તથા સાહેદોનો મળી કુલ ૫૦૦ મણ જેટલો ઘાસચારો સળગી ગયો હતો. જેના કારણે ૭૫૦૦૦ રૂપિયાનું નુકસાન થયું હતું. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.બી. મારૂ વધુ તપાસ કરી રહ્યા છે.