રાજુલામાં ડુંગર રોડ પર આવલી જૂની શીતળાઈ ધારે ઢોલેશ્વર મહાદેવના મંદિરમાંથી પિત્તળની લોટી ચોરાઈ હતી. બનાવ અંગે રાજુભાઈ રાહાભાઈ કવાડ (ઉ.વ.૪૦)એ ભેરાઈના લાલજીભાઈ ઉર્ફે લાલો કાળુભાઈ વાજા (ઉ.વ.૩૨) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, રાજુલા ડુંગર રોડ ઉપર આવેલ આઇ.ટી.આઇ. કોલેજના ગેઇટની સામે જૂની શીતળાઇ ધારે ઢોલેશ્વર મહાદેવના મંદિરે ખુલ્લામાં પતરાના શેડ નીચે આવેલા શિવલીંગ ઉપર લટકાડેલી એક પિત્તળની ગળથી અને પિત્તળની લોટી મળી કુલ કિ.રૂ.૧૩૯૫ના મુદ્દામાલની ચોરી કરી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર કે વરૂ વધુ તપાસ કરી રહ્યા છે.