જૂનાગઢના વંથલીમાં પત્નીના અફેરથી કંટાળી જી્ કર્મચારીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. દિપક અગ્રાવત નામના એસ.ટી. બસના કર્મીએ પત્ની અને તેનો પ્રેમી શ્યામ શાહના માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ત્રાસથી જીવન ટૂંકાવ્યું છે. મૃતકના પુત્ર મોહિત અગ્રાવતે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.
જૂનાગઢ જીલ્લાના વંથલીમાં વાડલા ફાટક પાસે રહેતા દિપક અગ્રાવત નામના ૪૪ વર્ષીય એસટી કર્મચારીએ આપઘાત કર્યો છે. મૃતકની પત્ની અને પ્રેમી શ્યામ શાહ દ્વારા દિપકને ત્રાસ અપાતો હતો. મૃતક દિપકના પત્ની ઘણા સમયથી દુબઇમાં નોકરી કરે છે. પ્રેમી શ્યામ માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. પત્ની અને પ્રેમીના ત્રાસથી ૪૪ વર્ષીય આધેડે જીવન ટૂંકાવ્યું છે. મૃતકના પુત્ર મોહિત અગ્રાવતએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતકની પત્ની દક્ષા અને તેના પ્રેમી શ્યામ શાહ સામે ગુનો નોંધ્યો છે.
અગાઉ સુરતમાં ઈન્ડિયન બેન્કના મેનેજરના આપઘાતના કેસમાં અંતે પોલીસે પરિણીત પ્રેમિકા વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જેમાં સુરતની અડાજણ પોલીસે પ્રેમિકા સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ ઈન્ડિયન બેન્કના મેનેજરે જાન્યુઆરી ૨૦૨૫માં આત્મહત્યા કરી લીધી હતી. પરિણીત પ્રેમિકા પૂજાએ મેનેજરને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે પૂજા કાપડીયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મૃતક અમન ભાર્ગવ વેસુ સ્થિત ઈન્ડિયન બેન્કમાં મેનેજર હતો. અમન ભાર્ગવે આત્મહત્યા કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી. આ સુસાઈડ નોટ પ્રેમિકા પૂજા કાપડીયાના પર્સમાંથી મળી આવી હતી. અંતે બે મહિનાની તપાસ બાદ અડાજણ પોલીસે વિધિવત ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ હવે આ કેસની ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે