જૂનાગઢમાં રમતગમત વિભાગ દ્વારા આમંત્રણ પત્રિકામાં ધારાસભ્ય બદલી દેવાનો છબરડો સામે આવતા કર્મચારીઓના કામ બાબતે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.
વિકાસલક્ષી કાર્યોના ઉદ્ઘાટન માટે રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન વિભાગના મંત્રી મૂળુભાઈ બેરા અને જૂનાગઢના અન્ય રાજકીય મહાનુભાવોના નામ પણ ખાસ મહેમાન તરીકે લખવામાં આવ્યા હતા. બે નામોના છબરડો સામે આવ્યો હતો. રાજેશ ચુડાસમાને જૂનાગઢનાં બદલે ગીર સોમનાથના સાંસદ તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ લોકસભા બેઠકમાં ગણવામાં આવે છે. તો બીજી બાજુ જૂનાગઢ વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંજય કોરાડિયાને ગીર સોમનાથના ધારાસભ્ય તરીકે દર્શાવવામાં આવ્યા હતા. વિમલ ચુડાસમા ગીર સોમનાથનાં ધારાસભ્ય છે. તાલાલાના ધારાસભ્યના નામ ભગાભાઈ છાપવામાં આવી હતી. સામાન્ય રીતે સરકારી આમંત્રણ કાર્ડમાં મહેમાનનું સાચું નામ ભગવાનજીભાઈ લખેલું હોય છે. નામ ફેરબદલથી એ સામે આવ્યું છે નામ લખાયા બાદ પ્રૂફરિડિંગ કરવાની દરકાર લેતા નથી.
સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને પત્ર લખીને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જા આપવાની માંગ કરી છે. જાકે, હાલની નગરપાલિકા પાસે મહાનગરપાલિકા જેવી સુવિધાઓ ન હોવાથી શહેરના વિકાસમાં અવરોધો સર્જાઈ રહ્યા છે.
ધારાસભ્ય ચુડાસમાનું કહેવું છે કે, વેરાવળ-પાટણ-ભીડીયા સંયુક્ત નગરપાલિકામાં અનેક ગ્રામ્ય વિસ્તારો પણ સામેલ છે. મહાનગરપાલિકા બનવાથી આ તમામ વિસ્તારોને વિકાસના નવા માર્ગો મળશે. આ માંગને લઈને સ્થાનિક લોકોમાં પણ ઉત્સાહ જાવા મળી રહ્યો છે. તેઓને આશા છે કે, સરકાર આ માગને ધ્યાનમાં લઈને યોગ્ય નિર્ણય લેશે.