અમરેલી જિલ્લામાં રેલવે ટ્રેક પર સિંહોના મોતની ઘટનાઓ ભુતકાળમાં બનવા પામી છે જા કે આ બાબતે હાઈકોર્ટે પણ ટ્રેનની ઝડપ જંગલ વિસ્તારમાં ધીમી રાખવાનુ કહેતા લોકોપાયલોટની સતર્કતાથી સિંહોના જીવ બચવા પામ્યા છે. ભાવનગરના ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ ગત શનિવારના રોજ જૂનાગઢ-અમરેલીની પેસેન્જર ટ્રેનના લોકો પાયલોટે ચલાલા-ધારી વચ્ચે બે સિંહોને રેલવે ટ્રેક ઓળંગતા જાતા તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને અટકાવી હતી. જેના કારણે બંને સિંહોના જી બચી ગયા હતા. સિંહો રેલવે ટ્રેક ઓળંગ્યા બાદ ટ્રેનને સ્ટેશને લઈ જવામાં આવી હતી. આ માહિતી લોકો પાયલોટે ટ્રેન મેનેજર અને ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને આપી હતી.