ડો. સુભાષ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે ઐતિહાસિક ક્ષણ એવો પહેલો દીક્ષાંત સમારંભ યોજવામાં આવ્યો હતો. તેમાં ખડસલી ગામના હર્ષિલ ભુદરભાઈ મકવાણાએ માસ્ટર ઓફ ટેકનોલોજી M.Tech (CAD\CAM) માં પ્રથમ નંબરે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરતા સન્માન કરાયું હતું. વિદ્યાર્થીએ ખડસલી ગામનું ગૌરવ વધાર્યું હતું.