જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજના વિદ્યાર્થીઓએ શહેરની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત કરી અને પ્રશાસકીય કાર્યપ્રણાલી વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. આ અભ્યાસયાત્રા કોલેજના આચાર્ય ડા. પરવેઝ બ્લોચના માર્ગદર્શન અને ટીમ લીડર સિમરન શેવકાણીની આગેવાનીમાં યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ કલેક્ટર કાર્યાલય, સિટી સર્વે કચેરી, સબ રજિસ્ટ્રાર કચેરી, ફેમિલી કોર્ટ, જિલ્લા અદાલત, આપત્તિ વ્યવસ્થાપન કચેરી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને પ્રયોગાત્મક ફાયદાની ઊંડી સમજ મેળવી હતી. ગિરનાર પબ્લિક સ્કૂલમાં યોજાયેલી કાનૂની જાગૃતિ શિબિરમાં વિદ્યાર્થીઓ આપત્તિ વ્યવસ્થાપન અને સાઇબર ક્રાઇમ કાયદાઓ અંગે માહિતગાર થયા હતા. આ અભ્યાસયાત્રા અને શિબિરને સફળ બનાવવા સિમરન શેવકાણીની સાથે જય પંડ્યા, શિવાંગ ચૌહાણ, મયુર સોલંકી, જૈમિન દેવાણી, દિવ્યા ધુડા, મિરલ ડાંગર, ભૌતિક દેવાણી, પૂજા ભટ્ટી, દર્શના બગિયા, નવનીત જાદવ અને ભરત મકવાણાએ મહ¥વપૂર્ણ યોગદાન આપ્યું હતું.