(એચ.એસ.એલ),મુંબઇ,તા.૨૭
ઠગ સુકેશ ચંદ્રશેખરે તિહાર જેલની અંદરથી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને વધુ એક પ્રેમપત્ર લખ્યો છે. સુકેશ દ્વારા કથિત રીતે હાથથી લખાયેલ પત્રની એક નકલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેના પત્રમાં, તેણે પોતાને અભિનેત્રીના સાન્ટા તરીકે ગણાવ્યા અને તેને ફ્રાન્સમાં આખી વાઇનયાર્ડ ભેટમાં આપવાનો ઉલ્લેખ કર્યો.
૨૫મી ડિસેમ્બરે લખાયેલો આ પત્ર સુકેશ ચંદ્રશેખરે લખ્યો છે અને જેકલીન ફર્નાન્ડીઝ માટે છે. પત્રની એક નકલ વાયરલ થઈ છે. નવી દિલ્હીની મંડોલી જેલમાંથી લખવામાં આવેલા પત્રમાં તેણે જેકલીનને તેની ‘બોમા’ અને ‘બેબી ગર્લ’ કહીને તેને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. આ પત્ર ૨૫ ડિસેમ્બરનો છે. જેમાં લખ્યું હતું, ‘બેબી ગર્લ, મેરી ક્રિસમસ ટુ યુ માય લવ. વર્ષનો બીજા સુંદર દિવસ અને અમારો સૌથી પ્રિય તહેવાર, પરંતુ એકબીજા વિના. જા કે, આપણા આત્માઓ એકબીજા સાથે મજબૂત રીતે જાડાયેલા છે. હું સંપૂર્ણપણે અનુભવી શકું છું કે અમે એકબીજાના હાથ પકડીને છીએ અને તમારી સુંદર આંખોમાં એકબીજાને મેરી ક્રિસમસની શુભેચ્છા પાઠવી રહ્યા છીએ.
સુકેશે જેકલીનને આપેલી પોતાની ખાસ ભેટનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે લખ્યું, ‘તારાથી દૂર હોવા છતાં, હું તમારા સાન્તાક્લોઝ બનવાનું રોકી શકતો નથી. મારી પાસે આ વર્ષે તમારા માટે ખૂબ જ ખાસ ભેટ છે, મારા પ્રિય. આજે હું તમને વાઇનની બોટલ નહીં, પરંતુ ફ્રાન્સમાં આખી વાઇનયાર્ડ ભેટ આપી રહ્યો છું, પ્રેમની ભૂમિ, જેનું તમે હંમેશા સપનું જાયું છે. તેના પત્રમાં તેણે આગળ કહ્યું કે તે જેકલીન સાથે વાઇનયાર્ડ જાવા માટે રાહ જાઈ શકતો નથી.
પત્રમાં આગળ લખવામાં આવ્યું હતું કે, ‘હું તમારો હાથ પકડીને આ બગીચામાં ફરવા માટે ઉત્સુક છું. દુનિયા કદાચ વિચારે કે હું પાગલ છું, પણ હું ખરેખર તારા પ્રેમમાં પાગલ છું. હું બહાર આવું ત્યાં સુધી રાહ જુઓ, પછી આખી દુનિયા આપણને એકસાથે જાશે. આ પહેલીવાર નથી જ્યારે સુકેશે બોલિવૂડ અભિનેત્રીને પત્ર લખ્યો હોય. અગાઉ, તેણે તેના જન્મદિવસ પર તેણીને એક પત્ર પણ લખ્યો હતો, જેમાં તેણે વ્યક્ત કર્યું હતું કે તે તેણીને કેટલી યાદ કરે છે. તેણે અન્ય એક પત્રમાં તેણીને હોળીની શુભેચ્છા પણ પાઠવી હતી. જા કે, તેના અગાઉના તમામ પત્રોની જેમ, જેÂક્લને તેનો જવાબ આપ્યો નથી કે તેનો સ્વીકાર કર્યો નથી.