સાવરકુંડલામાં નૂતન કેળવણી મંડળ સંચાલિત જે.વી મોદી હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ ભાવનગરસ્થિત પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રની (રીજનલ સાયન્સ સેન્ટર)ની મુલાકાત લીધી હતી. ત્યાં મરીન ગેલેરી, ઓટોમોબાઈલ ગેલેરી, ઇલેક્ટ્રોમિકેનિક્સ ગેલેરી, બાયોસાયન્સ ગેલેરી, નોબલ વિનર ગેલેરી બાળકોએ નિહાળી હતી. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ડિસ્ટ્રીક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાલભવન,અમરેલીના સહકાર દ્વારા નિઃશુલ્ક મુલાકાત પ્રદાન થઈ હતી. બાલ ભવનના ડાયરેક્ટર નિલેશભાઈ પાઠક અને ભાવનગર સાયન્સ સેન્ટરના ઓફિસરો ગોસ્વામી ,ડો. પાયલ પંડિત, રમેશ જોષીનો હાઇસ્કુલના પ્રિન્સિપાલ આશિષભાઈ જોશી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો