જ્ઞાનવાપી મસ્જિદને લઇ ચાલી રહેલ નિવેદનબાજી વચ્ચે અલીગઢની મહિલા નેતા રૂબીના ખાનમે હિન્દુઓના પક્ષમાં નિવેદન આપ્યું હતું જ્ઞાનવાપી મસ્જિદના મામલામાં સપાના નેતા રૂબીના ખાનમ પર હવે સપાએ પગલા લીધા છે સપાએ રૂબીનાને મહિલા વિંગની અલીગઢ મહાનગર અધ્યક્ષ પદેથી હટાવી દીધા છે.
સપાએ તેમના પર એ નિવેદન પર પગલા ઉઠાવ્યા છે જેમાં રૂબીનાએ એક વીડિયો સંદેશ જોરી કર્યો હતો.રૂબીના ખાને કહ્યું હતું કે જો ત્યાં હિન્દુ મંદિરના પુરાવા મળે છે તો મુસલમાન ભાઇઓએ ખુશી ખુશી તે જગ્યા હિન્દુ ભાઇઓને આપી દેવી જોઇએ.
રૂબીનાએ પોતાના વીડિયો સંદેશમાં એ પણ કહ્યું હતું કે ધર્મ ગુરૂઓએ એ સમજવું જોઇએ કે કોઇની જબરજસ્તી કબજે કરવામાં આવેલ જમીન પર નમાજ પઢવી હરામ છે રૂબીનાના આ નિવેદન બાદ રાજકીય ભૂકંપ આવી ગયો હતો અંદર ખાને સપાના અનેક નેતાઓએ તેમની વિરૂધ્ધ મોરચો ખોલી દીધો હતો હવે રૂબીનાને મહિલા વિંગમાં મહાનગર અધ્યક્ષ પદેથી પાર્ટીએ હટાવી દીધા છે.
રૂબીના ખાનમ હિજોબ વિવાદથી ચર્ચામાં આવ્યા હતાં રૂબીના ખાનમે કહ્યું હતું કે જો કોઇએ અમારા હિજોબ પર હાથ નાખવાનો પ્રયાસ કર્યો તો તેના હાથ કાપી દેવામાં આવશે. રૂબીનાએ લાઉડસ્પકર વિવાદ દરમિયાન કહ્યું હતું કે મુસ્લિમોને છેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો અમે મહિલાઓ મંદિરોની બહાર બેસી લાઉડસ્પીકર પર કુરાનનું પાઠન કરીશું