ભરૂચના ઝઘડિયામાં ૧૬મી ડિસેમ્બરે ૧૦ વર્ષની બાળકી સાથે થયેલા બર્બરતાપૂર્ણ દુષ્કર્મ બાદ ૮ દિવસની સારવારને અંતે બાળકીનું મોત થયુ છે. દુષ્કર્મ કરનાર દાનવે બાળકીને એટલી હદે પીંખી નાખી હતી કે તે ૮ દિવસ સુધી જિંદગી અને મોત સામે ઝઝુમતી રહી. નરાધમ રાક્ષસે બાળકી સાથે પાશવીપણાની તમામ હદો પાર કરી નાખી હતી. તેના પ્રાઈવેટ પાર્ટમાં મેટલનો સળિયો ઘુસાડી દેતા તેના આંતરડા ફાંટી ગયા હતા. પેટમાં ઈન્ફેક્શન થઈ ગયુ હતુ. જે બે સર્જરી બાદ પણ તબીબો દૂર કરી શક્યા ન હતા અને આખરે બાળકી મોત સામે હાર ગઈ
૧૬ ડિસેમ્બર, ૨૦૨૪ના ભરૂચના ઝઘડિયામાં ૧૦ વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મે દિલ્હીના નિર્ભયાકાંડની યાદ અપાવી હતી. આ બાળકીનું આજે વડોદરાની સયાજી હોÂસ્પટલમાં ૧૮૦ કલાક બાદ મોત થઈ ગયું છે. પીડિતાને આજે બે કાર્ડિયાક અરેસ્ટ આવ્યા હતા. બાળકી સાથે ખૂબ બર્બરતા પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં આઇસીયુમાં હતી દાખલ હતી. પીડિતાને બપોરે ૨ વાગ્યે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. ત્યાર બાદ સાંજે ૫.૧૫ વાગ્યે ફરીથી કાર્ડિયાક અરેસ્ટ આવ્યો. પરિણામે બાળકીએ ૬.૧૫ વાગે દમ તોડી દીધો.
દુષ્કર્મ પીડિત બાળકીના મોત બાદ માતા-પિતા ક્યાંય પણ નજર નથી પડી રહ્યા. હાલમાં આ મામલે બાળકીના પિતા સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રૂમ આગળ કોઈપણ પરિવારજન દેખાતું નથી. બીજી તરફ મળેલી માહિતી મુજબ બાળકીનું પેનલ પીએમ કરવામાં આવ્યું હતું. પેનલ પીએમ બાદ મૃતદેહ બાળકીના પરિવારને સોંપવામાં આવ્યો હતો. પરિવાર મૃતદેહ લઈ મોડી રાત્રે વતન જવા રવાના થયો હતો. બાળકીની અંતિમ વિધિ વતનમાં જ કરવામાં આવશે,
હેવાન વિજય પાસવાને બાળકી પર એટલી હદે ક્રૂરતા આચરી હતી કે ભરૂચની હોસ્પિટલમાં બાળકીની એકવાર તો સર્જરી કરવામાં આવી હતી, પરંતુ એ સક્સેસ ન જતાં વડોદરાની હોસ્પિટલમાં તેની ફરી સર્જરી કરવી પડી હતી. તેમ છતાં હાલ બાળકીની સ્થિતિ ખૂબ જ નાજુક હતી. આ બાળકીને ફરી બાળરોગ વિભાગમાં આવેલા પીઆઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેના બે ડ્ઢદ્ગછ સેમ્પલ લેવામાં આવ્યાં હતા. પીડિતાના મોઢા, પેટ અને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. પેટના ભાગે ઈજાઓને લઈ ભરૂચમાં સર્જરી કરવામાં આવી હતી, પરંતુ ત્યાર બાદ એ જ સર્જરી ફરી (૧૯ ડિસેમ્બર) સયાજી હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગમાં કરવામાં આવી હતી, જ્યાં તેની સ્થિતિ ગંભીર હતી