ઝહીર ઈકબાલે તેના પત્ની અને અભિનેત્રી સોનાક્ષી સિન્હા દ્વારા આયોજિત ખાનગી પાર્ટીમાં તેનો ૩૬મો જન્મદિવસ ઉજવ્યો. આ ખાસ અવસર પર સોનાક્ષીના માતા-પિતા શત્રુÎન સિંહા અને પૂનમ સિંહા અને પીઢ બોલિવૂડ અભિનેત્રી રેખા પણ હાજર હતા.
ઝહીરની બહેન સનમ રતનસીએ શેર કરેલા વીડિયોમાં ઝહીર કેક કાપતો જાવા મળ્યો હતો. તેણે સોનાક્ષી અને તેના પિતા ઈકબાલ રતનસીને કેક ખવડાવી, ત્યારબાદ તેણે સોનાક્ષીના પિતા શત્રુÎન સિંહાને પણ કેક ખવડાવી. આ દરમિયાન સોનાક્ષીએ લાઇટ પિંક એમ્બ્રોઇડરીવાળી કુર્તી અને ડેનિમ જેકેટ પહેર્યું હતું, જ્યારે ઝહીર સફેદ ટી-શર્ટ, ઓલિવ ગ્રીન પેન્ટ અને બ્લેક હૂડીમાં કેઝ્યુઅલ લુકમાં જાવા મળ્યો હતો.
આ પહેલા સોનાક્ષીએ સોશિયલ મીડિયા પર એક રોમાન્ટિક તસવીર શેર કરી હતી અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ ફોટોમાં તે ઝહીરને કિસ કરતી જાવા મળી હતી. આ સાથે, તેણે હૃદય સ્પર્શી કેપ્શન પણ લખ્યું, “તારી માતા પછી, હું સૌથી વધુ ખુશ છું કે તમે જન્મ્યા છો… હું તેનાથી પણ વધુ ખુશ છું કે મેં તમારી સાથે લગ્ન કર્યા છે. હેપ્પી બર્થડે બેસ્ટ બોય – હું તમને પ્રેમ કરું છું.”
ઝહીર અને સોનાક્ષીની લવ સ્ટોરી સાત વર્ષ પહેલા શરૂ થઈ હતી અને સમયની સાથે તેમનો સંબંધ વધુ મજબૂત બન્યો છે. ઝહીરે સલમાન ખાનના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ નોટબુકથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ કપલે ૨૩ જૂન, ૨૦૨૪ના રોજ લગ્ન કર્યા હતા. તેમના લગ્ન સમારોહ પછી, મુંબઈના બાસ્ટન રેસ્ટોરન્ટમાં ભવ્ય રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સોનાક્ષી માટે આ વર્ષ ઘણું સારું રહ્યું છે. તેમની વેબ સિરીઝ હીરામંડી દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. તે જ સમયે, ઝી ૫ ની ફિલ્મ કાકુડામાં તેના અભિનયની પણ દર્શકોએ ખૂબ પ્રશંસા કરી હતી.