ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેશવ મહતો કમલેશે કહ્યું કે, સીટોની વહેંચણી પર હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. સીએમ દિલ્હીમાં હતા, તેઓ કોંગ્રેસના ટોચના નેતાઓને મળ્યા હતા. આ દરમિયાન તેમણે સરકારની ઉપલબ્ધીઓ તેમજ સીટ વિતરણ અંગે ચર્ચા કરી હતી. પરંતુ અંતિમ નિર્ણય બેઠક બાદ જ લેવામાં આવશે.
ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે વધુમાં કહ્યું કે હરિયાણામાં જે થયું તે ઝારખંડમાં ફરી નહીં થાય. ઝારખંડના લોકો જાગૃત છે. રાજ્યમાં ગઠબંધન સરકારની ઉપલબ્ધીઓથી લોકો ખુશ છે. જા કે, તેમણે કહ્યું કે ગઠબંધન ભાગીદારો વચ્ચે બેઠકોની વહેંચણી અંગેનો નિર્ણય આગામી વિધાનસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતાની જાહેરાત પછી લેવામાં આવશે.
ઝારખંડમાં વિધાનસભા માટે આ વર્ષે ચૂંટણી યોજાવાની છે કારણ કે વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ ૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ પૂરો થઈ રહ્યો છે. પત્રકારો સાથે વાત કરતી વખતે કેશ મહતોએ કહ્યું કે, આદર્શ આચારસંહિતા જાહેર થયા બાદ ગઠબંધનના ભાગીદારો વચ્ચે બેઠક વહેંચણી અંગેનો નિર્ણય ચર્ચાના આધારે લેવામાં આવશે. તેમણે કહ્યું કે તમામ ગઠબંધન ભાગીદારો એક છે અને અહીં જેએમએમના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર સાથે છે.
ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેશવ મહતો કમલેશે પણ કહ્યું કે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ મહિને રાંચીની મુલાકાત લેશે. જા કે રાહુલ ગાંધીની મુલાકાતની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.