તૃણમૂલ કોંગ્રેસ સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્રના બીજા ભાગમાં એક જ નંબરવાળા બે મતદાર ઓળખ કાડર્નાે મુદ્દો ઉઠાવશે. પાટીર્ના નેતા ડેરેક ઓ’બ્રાયને આ વાત કહી. તેમણે સરકાર પર સંસદમાં અસંમતિના અવાજને દબાવવાનો પણ આરોપ લગાવ્યો.
રાજ્યસભામાં ટીએમસી સંસદીય પક્ષના નેતા ઓ’બ્રાયને ગુરુવારે પ્રકાશિત એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે ઘણા વિપક્ષી પક્ષોએ ગૃહ મંત્રાલય સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું કે, સંસદના બજેટ સત્રનો બીજા ભાગ થોડા દિવસોમાં (૧૦ માર્ચ) શરૂ થઈ રહ્યો છે. ગયા મહિને સત્રના પહેલા ભાગમાં ઘણી સમસ્યાઓ હતી. આમાં કાયદા ઘડવામાં ધીમી ગતિ, પ્રક્રિયાઓને અવગણવી અને સંસ્થાકીય ધોરણોને નબળા પાડવાનો સમાવેશ થાય છે. દરેક નાગરિકે આ વલણ અંગે ચિંતિત રહેવું જાઈએ.
તેમણે કહ્યું કે એક નંબરવાળા બે મતદાર ઓળખ કાડર્નાે મુદ્દો સંસદમાં રજૂ કરવામાં આવશે. ગયા અઠવાડિયે રાજ્યમાં ટીએમસીના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. પાટીર્ના નેતાઓ કહે છે કે ચૂંટણી પંચ ભૂલ સ્વીકારી રહ્યું છે પણ તેને સ્વીકારી રહ્યું નથી. ટીએમસીએ આ મામલાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે. ઓ’બ્રાયને ભારપૂર્વક કહ્યું કે તે કોઈ નાની ભૂલ નહોતી.
તેમણે કહ્યું કે, સંસદમાં બીજા મુદ્દો ઉઠાવવામાં આવશે તે છે મતદાર ઓળખ કાડર્ના ડુપ્લીકેશનમાં ચૂંટણી પંચની કથિત સંડોવણી. આ કોઈ નાની ભૂલ નથી, આ એક ગંભીર બાબત છે જે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓને અસર કરે છે.
રાજ્યસભા સાંસદે કહ્યું કે, ચૂંટણી ફોટો ઓળખ કાર્ડ નંબર અને ડુપ્લીકેટ ઇપીઆઇસી નંબર મતદારને તેના મતદાન અધિકારથી વંચિત રાખશે. ચૂંટણી પંચે જાહેર કરવું જાઈએ કે સિસ્ટમમાં કેટલા ડુપ્લીકેટ ઇપીઆઇસી છે અને તે કેવી રીતે વિતરિત કરવામાં આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, ચૂંટણી પંચ હજુ પણ દરેક મતદાર માટે ઇપીઆઇસી નંબર કેમ સુનિશ્ચિત કરવામાં અસમર્થ છે?