દેશની નંબર વન સિરિયલ અનુપમા ટૂંક સમયમાં ૧૫ વર્ષનો લીપ લેવા જઈ રહી છે. આ લીપને કારણે ઘણા કલાકારો શો છોડવા જઈ રહ્યા છે અને ઘણા નવા કલાકારો પણ રાજન શાહીના આ શોમાં આવવાના છે. આ નવા કલાકારોમાં સૌથી લોકપ્રિય નામ શિવાંગી જોશીનું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અનુપમામાં ૧૫ વર્ષના લીપ પછી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની નાયરા એટલે કે અભિનેત્રી શિવાંગી જાશી રૂપાલી ગાંગુલીના શોમાં એન્ટ્રી કરી શકે છે.
શિવાંગી જોશી આ સિરિયલમાં અનુપમા અને અનુજ કાપડિયાની દીકરી આદ્યા કાપડિયાની ભૂમિકામાં જોવા મળશે. હાલમાં ઔરા ભટનાગર અનુપમામાં આદ્યાનો રોલ કરી રહી છે. હવે શું રૂપાલી ગાંગુલી શિવાંગી જોશીની એન્ટ્રી બાદ શોમાં રહેશે કે પછી તે લીપ બાદ પણ શોને અલવિદા કહી દેશે તે હજુ સુધી જાહેર થયું નથી. પરંતુ આ પહેલા પણ શિવાંગી જોશી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં હિના ખાન સાથે સ્ક્રીન શેર કરી ચૂકી છે. આ સિરિયલમાં તેણે હિનાની ઓનસ્ક્રીન દીકરીનો રોલ કર્યો હતો. જો કે, શિવાંગીની એન્ટ્રી અંગે હજુ સુધી ચેનલ કે એક્ટ્રેસ દ્વારા કોઈ કન્ફર્મેશન આપવામાં આવ્યું નથી.
શિવાંગી જોશીની સાથે વધુ બે કલાકારો ‘અનુપમા’માં એન્ટ્રી કરી શકે છે. શિવમ ખજુરિયા અનુપમામાં આદ્યાના પ્રેમની ભૂમિકા ભજવી શકે છે. શિવમ અગાઉ ‘કુમકુમ ભાગ્ય’, ‘મન સુંદર’ અને ‘રિશ્તા ક્યા કહેલાતા હૈ’ જેવા ઘણા ટીવી શોનો ભાગ રહી ચૂક્યો છે. શિવમ અને શિવાંગીની સાથે ટીવીનો અન્ય એક પ્રખ્યાત ચહેરો રૂપાલી ગાંગુલીની અનુપમામાં પ્રવેશી શકે છે અને આ ચહેરો ટીવી અભિનેત્રી કાંચી સિંહનો છે. રોહન મેહરા સાથેના અફેરને કારણે ચર્ચામાં રહેલી કાંચી લાંબા સમયથી નાના પડદાથી દૂર છે.
કાંચી સિંહ અનુપમામાં રૂપાલી ગાંગુલીનું સ્થાન લઈ શકે છે. આ પ્રખ્યાત ટીવી અભિનેત્રીએ ટીવીની દુનિયામાં મુખ્ય અભિનેત્રી તરીકે રાજન શાહીની સીરિયલ ‘ઔર પ્યાર હો ગયા’થી ડેબ્યૂ કર્યું હતું. કાંચી આ જ પ્રોડક્શનની ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી હતી. જો તે અનુપમામાં પ્રવેશ કરે છે, તો રાજન શાહી સાથે તેનો આ ત્રીજા મોટો પ્રોજેક્ટ હશે. જોકે, પ્રોડક્શન, ચેનલ કે રૂપાલી ગાંગુલીએ પોતે શો છોડવા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.