અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે શિયાળુ પાકમાં ચણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. ત્યારે ખેડૂતો ખુલ્લા યાર્ડમાં ૧૦૦૦ થી ૧૦૨૦ના ભાવે ચણા વેચવા મજબૂર થયા છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં ન આવતા ખેડૂતોને સસ્તા ભાવે ચણા વેચવા પડે છે. અને ટેકાના ભાવે ખરીદી ક્યારે શરૂ થશે તે નક્કી ન હોવાથી ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. જિલ્લામાં ચાલુ વર્ષે ચણાના પાકમાં સુકારો અને રોગ આવતા ચણાનો ઉતારો પણ સારો નથી આવ્યો અને ચણાનો પાક બગડી ગયો હતો. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં ચણાના ભાવ સારા ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી ૧૧૩૦ ભાવથી કરવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ખરીદી શરૂ ન થવાથી ખેડૂતોને હાલ નુકસાની સહન કરીને ચણા વેચવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.