મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના ડિવિઝનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ૨૧ કરોડ ૫૯ લાખ રૂપિયાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ બધા ચોંકી ગયા છે. અહીંના એક સરકારી કર્મચારીએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને મ્સ્ઉ કાર અને બાઇક ખરીદી હતી. તેણે તેની ગર્લફ્રેન્ડને ફ્લેટ પણ ગિફ્ટ કર્યો હતો. આ કર્મચારી કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો અને તેનો પગાર માત્ર ૧૩,૦૦૦ રૂપિયા હતો.
છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં બનેલી આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. હર્ષલ કુમાર અનિલ ક્ષીરસાગર નામના આ કર્મચારીએ તેના એક સહયોગી સાથે મળીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એડમિનિસ્ટ્રેશનમાંથી ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા પૈસાની ચોરી કરી હતી. આરોપીઓ મુખ્યત્વે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા.
૨૧.૫૯ કરોડના આ કેસનો મુખ્ય આરોપી હાલ ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે. મંગળવારે, છત્રપતિ સંભાજીનગર શહેર પોલીસની આર્થિક ગુના શાખાએ ઔરંગાબાદ એરપોર્ટ નજીક ૪મ્ૐદ્ભ ફ્લેટની તપાસ કરી હતી. અધિકારીઓએ લગભગ ચાર કલાક સુધી ફ્લેટની શોધખોળ કરી, પરંતુ માત્ર ઘરની વસ્તુઓ જ મળી. આ કેસમાં આરોપીઓએ કેટલાક અન્ય લોકોની પણ મદદ લીધી હતી જેમાં યશોદા શેટ્ટી અને તેના પતિ બીકે જીવનનો સમાવેશ થાય છે. પોલીસે બંનેની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા તમામ ખાતાઓ અને સંબંધિત દસ્તાવેજા જપ્ત કરી લેવામાં આવ્યા છે. પોલીસને આશંકા છે કે આમાં કેટલાક વધુ લોકો સામેલ હોઈ શકે છે.
મુખ્ય આરોપીએ કથિત રીતે રમતગમત વિભાગના જૂના લેટરહેડનો ઉપયોગ કર્યો હતો અને બેંકને ઈમેલ મોકલીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બેંક ખાતા સાથે જાડાયેલ ઈમેલ એડ્રેસ બદલવાની વિનંતી કરી હતી. તેણે માત્ર એક અક્ષર બદલીને એક સરખું ઈમેલ એડ્રેસ બનાવ્યું. મુખ્ય આરોપી નવા બનાવેલા ઈમેલને એક્સેસ કરવામાં સફળ રહ્યો હતો. પછી તેણે જાલના રોડ પરની એક રાષ્ટ્રીયકૃત બેંકમાં ડિવિઝનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કમિટીના ખાતા માટે નેટબેંકિંગ સેવા સક્રિય કરી. પોલીસે જણાવ્યું કે ૧ જુલાઈથી ૭ ડિસેમ્બર, ૨૦૨૪ની વચ્ચે કોમ્પ્યુટર ઓપરેટરે તેના અને અન્ય ૧૨ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કર્યા. આમાંથી એક ખાતામાં ૩ કરોડ રૂપિયા આવ્યા.
તપાસમાં બહાર આવ્યું છે કે ફરાર કોમ્પ્યુટર ઓપરેટરે રૂ. ૧.૨ કરોડની બીએમડબ્લ્યુ કાર, રૂ. ૧.૩ કરોડની અન્ય એસયુવી, રૂ. ૩૨ લાખની કિંમતની બીએમડબ્લ્ય મોટરસાઇકલ અને લક્ઝુરિયસ ૪ બીએચકે ફ્લેટ ખરીદ્યો હતો. તેણે તેની ગર્લફ્રેન્ડ માટે હીરા જડેલા ચશ્મા પણ મંગાવ્યા હતા. પોલીસે બીએમડબ્લ્યુુુ કાર અને બાઈક પહેલેથી જ જપ્ત કરી લીધી છે. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ ૧૨ અલગ-અલગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
હાલ પોલીસની આર્થિક ગુના શાખા ઓફિસ સાથે સંકળાયેલા તમામ લોકોની પૂછપરછ કરી રહી છે અને ભવિષ્યમાં અન્ય કેટલાક લોકોની પણ પૂછપરછ થઈ શકે છે. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે રમતગમત વિભાગના અધિકારી દીપક કુલકર્ણીએ જવાહર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.