રાજુલાના ડુંગર ગામેથી બાઇકની ઉઠાંતરી કરી અજાણ્યો ઇસમ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે જુમ્માભાઈ અલારખભાઈ દલ (ઉ.વ.૫૨)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે પોતાના હવાલાની સ્પ્લેન્ડર પ્રો બાઇક ઘરે પાર્ક કરી હતી. ૩૦ હજારની કિંમતની આ બાઇકની અજાણ્યો શખ્સ ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો.
ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.કે. પીછડીયા બનાવની વધુ તપાસ કરી રહ્યા છે.