ડેડાણ ગામે વાડીના કૂવામાં દોરડું બાંધીને ઉતરતી વખતે દોરડું મુકાઈ જતાં ખાબકેલા આધેડનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે રાજુલામાં રહેતા યોગેશભાઇ કાનજીભાઇ ભુતીયા (ઉ.વ.૨૯)એ જાહેર કર્યા મુજબ, કાનજીભાઇ માધાભાઇ ભુતીયા (ઉ.વ.૫૫) ડેડાણ ગામે વાડીમાં કૂવામાં તડ પંપના ફુટવાલમાં કચરો આવી જતા કૂવે દોરડું બાંધી કૂવામાં ઉતરતા હતા. આ સમયે હાથમાંથી દોરડું મુકાઇ જતા માથામાં તથા ડાબા હાથમાં ઇજા થતા મૃત્યુ પામ્યા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કુમેશભાઇ બાઘાભાઇ શિયાળ વધુ તપાસ કરી રહ્યા છે.