કોડીનાર તાલુકાના ડોળાસા ગામે ભીડભંજન મહાદેવ મંદિરે શિવ ભક્તો દ્વારા ઘી અને ફુલોની આકર્ષક પૂજા ચઢાવવામાં આવી હતી. સોમવાર શ્રાવણ વદ અમાસ (ભાદરવી)ના દિવસે ભાવિકોની ભીડ શિવ દર્શન માટે ભીડભંજન મહાદેવ મંદિરે ઉમટી હતી. ડોળાસાના નાગનાથ મંદિરે પણ ઘીની પૂજા ચઢાવવામાં આવી હતી.