ઉના હાઈવે નજીક ડોળાસા ગામના બાયપાસનું કામ ચાલુ છે. અહી જમીન ધરાવતા ખેડૂતો છ માસથી વિનંતી કરી રહ્યા હતા કે રોડની કામગીરી દરમ્યાન વરસાદના પાણીના નિકાલ માટેની ગટર બંધ થઈ ગઈ છે પણ આ કામના કોન્ટ્રાકટર દ્વારા કોઈ ધ્યાન નહીં આપતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો હતો અને જ્યાં સુધી ખેડૂતોની માંગ પૂરી ન થાય ત્યાં સુધી રોડનું કામ અટકાવી દેતા અધિકારીઓ દોડતા થયા હતા અને બીજા જ દિવસે જેસીબી દ્વારા વરસાદના પાણીમાં નિકાલ માટેની ગટર ખુલ્લી કરવાનું કામ હાથ ધરાયુ હતું. ચોમાસુ નજીક હોય પાણી નિકાલ ન થાય તો ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર હતો. જેના કારણે ખેડૂતોમાં રોષ છવાયો હતો. કોડીનાર રોડ પર પણ આવી જ પરિસ્થિતિ છે તેમને પણ આવું કર્યા વગર છુટકો નથી તેમ લાગે છે. તેમ અહીંના ખેડૂતો જણાવી રહ્યા છે.