કોડીનાર તાલુકાના ડોળાસા ગામે દોઢ ઇંચ વરસાદ થયો હતો. જેના કારણે મગફળી ઉગી જવાની અને કલર કાળો પડી જવાની સંભાવના છે. ડોળાસા વિસ્તારમાં ચાર દિવસ પહેલા પવન સાથે વરસાદ થયો હતો. જેના કારણે કપાસના જીંડવા ખરી ગયા હતા અને ભારે પવનના કારણે કપાસનો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો. આમ ડોળાસા વિસ્તારના મુખ્ય ત્રણ પાકો સતત વરસાદના કારણે નિષ્ફળ જવાના આરે છે. આ ઉપરાંત મૂંગા માલઢોરની નીરણ પણ નષ્ટ થઈ છે. ગુજરાત સરકાર કોડીનાર તાલુકાના ખેડૂતોને તુરત સહાય મળે તે માટે સર્વે કામગીરી હાથ ધરે તેવી ખેડૂતોની માંગ છે.