કોડીનાર તાલુકાના ડોળાસા ગામમાં નાના બાળકો દ્વારા ગેંગસ્ટર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ બાબતે ગ્રામજનોમાં ભારે રોષ છે. ગામના સોની શૈલેષભાઈ રમણીકભાઈ નાઢાએ આ અંગે જિલ્લા પોલીસ વડા સહિતના તમામ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે. શૈલેષભાઈએ જણાવ્યું છે કે, ડોળાસાનો સંજય બાંભણિયા નામનો દારૂના ધંધા સાથે સંકળાયેલ શખ્સ અને તેનો પુત્ર મીત બાંભણિયા તથા તેનો મિત્ર આર્યન ભીખા બામણીયા સહિતના નાની વયના બાળકો ગામના લોકોને હેરાન પરેશાન કરે છે. આ બાળકો હાથમાં હથિયારો સાથે ફરે છે અને નાની-નાની બાબતોમાં ઝઘડા કરે છે. આવા બાળકોની ગેંગ લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કરી રહી છે. શૈલેષભાઈએ એમ પણ જણાવ્યું છે કે, આ બાળકોના વાલીઓ પણ આવી પ્રવૃત્તિઓને
પ્રોત્સાહન આપે છે. આ બાળકો વિરુદ્ધ પહેલા પણ અનેક ગુના નોંધાયા છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાબતે ગ્રામજનોમાં ભારે રોષ છે. ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે, આ બાળકોની ગેંગને તોડવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.