કોડીનાર તાલુકાના ડોળાસા ગામે રામનવમી નિમિત્તે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગામના રામ મંદિર, વિરાબાપા મંદિર અને જલારામ મંદિરમાં ભક્તિભાવનો માહોલ છવાયો હતો. સવારથી જ ભક્તો રામ મંદિરમાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. રામ જન્મોત્સવ નિમિત્તે વિશેષ પૂજા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. શોભાયાત્રામાં ભક્તો રામધૂનમાં લીન થઈ ગયા હતા.