ગીર ગઢડા તાલુકાના સોનપરા ગામે છેલ્લા અઢી વર્ષ દરમ્યાન સત્યાવીસ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અને પંડિત દીન દયાળ આવાસ યોજના અંતર્ગત પાકા મકાનો સોંપી દેવાયા છે. બીજા અગિયાર મકાનનો વર્ક ઓર્ડર આવી ગયો છે અને ઓગણીસ મકાનની દરખાસ્ત સરકારમાં મોકલી અપાઈ છે. આમ સોનપરા ગામમાં ટૂંકા સમય દરમ્યાન આટલા ગરીબ પરિવારો પાકા મકાનનાં માલિક બનશે.